દેશની સામાજિક સમસ્યાઓના નિવારણ માટે 10 લાખ લોકો ને જોડવાના છે

ગ્રેનસ (GRANNUS) નામની એપ પર દેશમાંથી 10 લાખ લોકોને અને સંસ્થાઓને એકબીજા સાથે જોડી એક ડિજિટલ માનવ સાંકળ અમે બનાવી રહ્યા છે જે 1) નાગરિક સુરક્ષા 2) ઇમર્જન્સી દરમિયાન એકબીજાને તથા વહીવટીતંત્રને મદદરૂપ થવા 3) તમારા પરિવાર, મહિલાઓ, બાળકો, નિ:સહાય લોકો સુરક્ષા 4) ફ્રી સમયમાં સેવાકીય કાર્યો માટે 5) સામાજિક સમસ્યાઓ/ સામાજિક દુષણો સામે કાર્યો કરે.

 

અત્યારે સામાજિક દુષણો વધી રહ્યા છે ત્યારે સમાજના સારા લોકો પણ એકબીજાને અને તંત્રને મદદરૂપ થાય તે જરૂરી છે. ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના આ મિશનમાં જોડાવો.

ગીથા જોહરી (IPS Retd), પ્રેસિડન્ટ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન , પૂર્વ ડીજીપી ગુજરાત

શું છે આ મિશન?

DGLSI SRPP/RTPP ટેક્નોલોજી નો ઉપયોગ દ્વારા બનાવેલ GRANNUS (ગ્રેનસ) એપ દ્વારા, જયારે પણ તમારી નજીક માં કોઈ સમસ્યા જણાય અથવા સેવાકીય કાર્યો માટે વોલ્યુન્ટિયર તરીકે તમારી અથવા તમારી સંસ્થાની જરૂર પડે અથવા કોઈ ઇમર્જન્સી ઉભી થાય તો તમને જાણ થઇ જશે અને જરૂરતના સમયે તમે એકબીજાને, પોતાના પરિવાર ને, સરકારી વહીવટી તંત્રને અને દેશને મદદરૂપ પણ થઇ શકશો."

કેવી રીતે જોડાઈ શકાય

Grannus App

ગૂગલ પ્લે સ્ટોર થી Grannus PHPN એપ ડાઉનલોડ કરો. જો એપ થી જોઈન થવામાં ટેક્નિકલ એરર આવે તો વોટ્સએપ ગ્રુપ માં જોડાવો

Whatsapp Group

ગ્રેનસ ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા નીચે લિંક પર ક્લિક કરો

આ ટેક્નોલોજી દ્વારા જયારે પણ તમે કોઈ તકલીફ માં હશો તો તરત જ તમારી નજીક ના લોકોની મદદ મળી જશે અને એ જ રીતે તમે પણ કોઈ ની મદદ કરી શકશો. અને તે સિવાય સામાજીક દુષણો સામે ડિજિટલ અભિયાન ચલાવી શકાય અને સરકારી તંત્રને મદદરૂપ થઇ શકાય તે પ્રકારના ફીચર પણ એપ માં ડેવલપ કરેલ છે.

મયંક શાહ, ફાઉન્ડર ગ્રેનસ ટેક્નોલોજી

Email: mygrannus@gmail.com

FREE APP & VOLUNTEERS ID CARD

સમાજના તમામ વર્ગના નાગરિકો પોતાની સલામતી માટે આ એપ નો ઉપયોગ કરી શકે તે માટે એપ ને સંપૂર્ણ ફ્રી રાખેલ છે. ઘરેલુ બાબતો સબંધી મહિલા/ પુરુષ સુરક્ષા માટે કાઉન્સેલર દ્વારા નિઃશુલ્ક સલાહ સૂચન આપવામાં આવે છે. ખોવાયેલ બાળકો શોધવા માટે એપ દ્વારા નિઃશુલ્ક સપોર્ટ મળશે. 

વોલ્યુન્ટિયરને નિઃશુલ્ક બેઝિક ટ્રેઇનિંગ આપવામાં આવશે અને તેઓ પોતાના આઈ કાર્ડ એપ માંથી ડાઉનલોડ કરી શકશે. વોલ્યુન્ટિયર રેજીસ્ટ્રેશન પ્રોસેસ નિઃશુલ્ક રહેશે.

કાઉન્સિલ ઓફ સોસીઅલ લીડર્સ ના મેમ્બર્સ દ્વારા આ કાર્યનું સંચાલન થશે. કાઉન્સિલ ના મેમ્બર બનવાની પ્રોસેસ એપ માં છે.

મિશન નો હેતુ:

આપણા દેશની વસ્તી એક સૌથી મોટો પડકાર છે અને તેના કારણે ઘણા પ્રકારની સામાજિક સમસ્યાઓ સર્જાઈ રહી છે. નાગરિક સુરક્ષા હોય, કુદરતી કે કૃત્રિમ ઇમરજન્સી હોય કે સેવાકીય પ્રવૃત્તિ હોય, વસ્તી એક મોટો પડકાર છે. સરકાર કોઈ પણ હોય પણ પડકાર ને પહોંચી વળવા સમાજ પણ પોલીસ વિભાગને અને સરકારી તંત્રને મદદરૂપ થાય તે જરૂરી છે.

તો સમસ્યાના નિવારણ માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરવામાં આવેલ છે જેના દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે કાર્ય કરવા ઇચ્છુક લોકોને એકબીજા સાથે ડિજિટલ માધ્મ થી જોડવામાં આવશે કે જેનાથી અસરકારક કાર્ય થઇ શકે.

મિશન સમાજ અને લોકો માટે કેવી રીતે ઉપયોગી થશે

- જાહેર સ્થળોએ મહિલા સુરક્ષા માટે અને ખોવાયેલ બાળકો શોધવા (એપ દ્વારા નજીકના લોકોને મદદ માટે જાણ થઇ જશે)

- ઇમર્જન્સી દરમિયાન પોતાના પરિવારની સુરક્ષા અને એકબીજાને મદદ માટે

- કુદરતી કે કૃત્રિમ ઇમર્જન્સી દરમિયાન વહીવટી તંત્રને મદદ થકી સામાન્ય લોકોને મદદરૂપ થવા માટે

- સામાજિક દુષણો નાબૂદ કરવાના અભિયાનો ચલાવવા માટે

- તમારા ફ્રી સમયમાં સેવાકીય કાર્યો માટે

એપ ની ટેક્નોલોજી એ  પ્રકારની છે કે જયારે પણ તમારી નજીકમાં કોઈ કાર્ય માટે તમારી જરૂર હશે તો તમને એપ દ્વારા જાણ થઇ જશે.

મિશન સમાજ સેવાની સાથે સાથે તમને પણ નીચે મુજબ ઉપયોગી થશે

- તમને નિઃશુલ્ક બેઝિક ટ્રેનિંગ અને વોલ્યુન્ટિયર આઇડેન્ટિટી કાર્ડ મળશે.

- ગુજરાતભરમાં તમારું નેટવર્ક મોટું થશે.

- યોગ્ય લોકોને યોગ્ય હોદ્દા આપવામાં આવશે

- તમને વર્ષ દરમિયાન અન્ય પ્રકારની અલગ અલગ ટ્રેઇનિંગ આપવામાં આવશે જે તમારી સ્કિલમાં વધારો કરશે. (નિઃશુલ્ક ટ્રેનિંગ)

- મહિલાઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં મહિલા સુરક્ષા અંગેના કાયદાનું જ્ઞાન આપવામાં આવશે (નિઃશુલ્ક ટ્રેનિંગ)

- ગ્રેનસ એપ દ્વારા તમે તમારા નામ અને ફોટા સાથે પર્સનલાઈઝ ઇમેજ બનાવી શકશો અને સામાજિક દુષણ સામેના અભિયાન માં વેગ આપી શકશો

- ગ્રેનસ એપ માં તમે તમારા સેવાકીય કાર્યોને ડિજિટલ ડાયરીમાં સ્ટોર કરી શકશો અને દરેક અન્ય લોકોને કાયમ માટે તમારી ડિજિટલ ડાયરી દેખાશે.

- એનજીઓ પોતાના પ્રોજેક્ટ માટે વોલ્યુન્ટિયર શોધી શકશે અને સેવાકીય હેતુ માટે ફંડ રેઈઝ કરવા ઉપયોગ કરી શકશે

તમારે માત્ર GRANNUS એપ દ્વારા અથવા તો વોટ્સએપ ગ્રુપ દ્વારા જોડાયેલ રહેવાનું છે.

અત્યારે જ જોડાવો

કેવી રીતે જોડાઈ શકાય

Grannus App

ગૂગલ પ્લે સ્ટોર થી Grannus PHPN એપ ડાઉનલોડ કરો. જો એપ થી જોઈન થવામાં ટેક્નિકલ એરર આવે તો વોટ્સએપ ગ્રુપ માં જોડાવો

Whatsapp Group

ગ્રેનસ ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા નીચે લિંક પર ક્લિક કરો

આ મિશન ની રાજ્યના મુખ્ય લોકપ્રતિનિધિઓએ, ઉચ્ચ અધિકારીઓએ અને નાગરિકોએ સરાહના કરી

1. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રીશ્રી શ્રી નીતિનભાઈ પટેલ સહીત રાજ્યના ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓએ અને ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યની સરાહના કરી
2. ધર્મગુરુઓએ એ આ મિશન માટે આશીર્વાદ આપ્યા.
3. મ્યુન્સિપલ કોર્પોરેશન ના માર્ગદર્શન હેઠળ કોરોના દરમિયાન ડિજિટલ માનવ સાંકળ થી થયેલ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કાર્યની નાગરિકોએ અને અધિકારીઓ અને મીડિયાકર્મીઓ દ્વારા અભૂતપૂર્વ સરાહના થઇ
4. સીઆઇડી ક્રાઇમ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વિવિધ શહેરો માં મહિલા સુરક્ષા માટે લોક જાગૃતિ અભિયાન કરવામાં આવ્યા.

ભારતની તમામ સોસીઅલ સર્વિસ એપ માં સૌથી હાઈએસ્ટ રેટિંગ અને ગુજરાતી મીડિયામાં નંબર 1 - મોસ્ટ ટ્રસ્ટેડ એપ

1. સમગ્ર ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર પબ્લિશ થયેલ તમામ સોસીઅલ સર્વિસ એપ માંથી ગ્રેનસ એપ એ સૌથી વધુ રેટિંગ ધરાવતી એપ છે. પ્લે સ્ટોર પર ગ્રેનસ એપ ટ્રેન્ડિંગ @ 1 પર પણ રહેલ છે

2. દિવ્યભાસ્કરના ભાસ્કર અપીલ અહેવાલ માં મહિલા સુરક્ષા માટે આ એપને ગુજરાતનું સૌથી વિશ્વસનીય એપ ગણવામાં આવ્યું છે.

3. “સંદેશ” ના અહેવાલ પ્રમાણે મહિલા સુરક્ષા માટે યુઝર રેટિંગ ના આધારે દુનિયાની નંબર 1 એપ છે.

4. ISO 9001 ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણિત થયેલ છે

ખોવાયેલ બાળકો શોધવા થયેલ કાર્ય

ગ્રેનસ એપ દ્વારા 200 જેટલા બાળકો શોધવામાં મદદરૂપ થઇ છે. બાળકોના વાલી નો ઇન્ટરવ્યૂ કે કેવી રીતે એપ દ્વારા બાળકો શોધાયા તે સમાચાર દિવ્ય ભાસ્કર /સંદેશ ન્યૂઝ માં પ્રસિદ્ધ થયા છે.

કોરોના દરમિયાન કાર્ય

કોરોના દરમિયાન નિસહાય લોકો સુધી ફૂડ પહોંચાડવા માટે બનાવેલી ડિજિટલ માનવ સાંકળ ની રાજ્યના નાગરિકો અને અધિકારીઓ દ્વારા પ્રશંશા થયેલ છે અને કેવી રીતે કાર્ય થયું તે સંદેશ - અખબાર માં પ્રસિદ્ધ થયેલ છે.