અમદાવાદ ખાતે સિવિલ ડિફેન્સ ના કાર્યક્રમ મા સ્થાનિકો એ ગ્રેનસ મહિલા સુરક્ષા ના સપથ લીધા
Grannus app awareness program
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકા બેન પાંડે તથા કવિતાબેન શાહ એ મહિલાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના હેતુસર લોકો પાસેથી શપથ અપાવ્યા. ઉલ્લેખનીય છે કે સિઆઇડી ક્રાઇમ વુમન સેલ સાથે પોલીસ પબ્લિક ઇનીસીએટિવ હેઠળ ગ્રેનસ ના મહિલા સુરક્ષા શપથ અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત ગુજરાત ના વિવિધ શહેરો મા ગ્રેનસ મેમ્બર દ્વારા રુબરુ મા યા ડીજીટલ સિસ્ટમ ના માધ્યમ દ્વારા જન સંપર્ક કરી મહિલા સુરક્ષા સપથ અભિયાન ને સફળ બનાવવા ના પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ લાલ દરવાજા ખાતે આવેલ હોમગાર્ડ જવાનો ની મુખ્ય શાખા મા સેલ્ફ ડીફેન્સ નો ચતુર્થ દિવસીય ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ જેના અંતિમ દિવસે નિહારીકા બેન પાંડે. કવિતા બેન શાહ દ્વારા અમદાવાદ સિવિલ ડિફેન્સ પી.આઈ.શ્રી શ્રી માળી સાહેબ અને પી. આઈ.શ્રી. નાયક સાહેબ તથા ગ્રેનસ ના દિશાબેન શર્મા ની ઉપસ્થિત મા તમામ ઉપસ્થિતો ને ગ્રેનસ એપ ડાઉન લોડ કરાવી અને ડેમો સહિત તેમની પાસે મહિલા સુરક્ષા માટે શપથ લેવડાવ્યા ને વુમન સેફટી પ્લેજ સટિઁફિકેટ પણ બનાવ્યું ને એપ કઈ રીતે કામ કરે છે તેનો લાભ શું એ વિશે માહિતી આપવામાં આવતા તેવો એ આવનાર સમય મા ગ્રેનસ ને વધુમાં વધુ મદદરુંપ થવા બહાલી આપી હતી. ગ્રેનસ મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત છે અને હાલ દરેક સમાજના લોકો ગ્રેનસ એપ સાથે જોડાઈ રહ્યા છે.
Read More