કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા ખૂણે ખૂણે ખાવાનું પહોંચાડવા આવ્યું, દરેક એનજીઓ માટે વાંચવા જેવું
1. કેવી રીતે એક ડિજિટલ સિસ્ટમ બનાવીને અન્નનું દાન કરવા ઇચ્છુક વ્યક્તિને જરૂરિયાતમંદ નિસહાય વ્યક્તિ સાથે જોડીને ગ્રેનસ એપ દ્વારા રાજ્યના દરેક ખૂણે ખાવાનું પહોંચ્યું?
ગ્રેનસ એપ દ્વારા ભૂખ્યા સુધી ખાવાનું પહોંચાડવા લોકેશન ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો.
કોરોના ના કારણે જે આપાતકાલીન પરિસ્થિતિ ઉભી થઇ અને તેના કારણે ઘણા ગરીબ પરિવારો માટે ભૂખમરા જેવી સ્થિતિ ઉપસ્થિત થઇ ત્યારે રાજ્યની ઘણી સામાજિક સંસ્થાઓ આ માટે મદદરૂપ થઇ રહી છે અને પોલીસ ના સહકારથી અન્નદાતાઓ પાસેથી ફૂડ કલેક્ટ કરી અને ભૂખ્યા સુધી પહોંચાડી રહી છે. પરંતુ યોગ્ય સિસ્ટમ ના અભાવ ના કારણે ઘણી વખત ખરેખર ભૂખ્યા લોકો સુધી ખાવાનું પહોંચતું નથી. એક જ વિસ્તારમાં લોકોને અલગ અલગ સંસ્થાઓ ખોરાક પૂરો પડી રહી છે તો અમુક વિસ્તારમાં ઘણા લોકો એવા છે કે જેઓ ભૂખ્યા જ સુઈ રહ્યા છે. તો દરેક વિસ્તારમાં ખાવાનું પહોંચે અને અસરકારક કામ થાય તે માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની Grannus એપ માં લોકેશન આધારિત સિસ્ટમ બનાવવામાં આવી છે કે જેના દ્વારા 1) જે લોકો અન્નદાન કરી શકે તેમ છે તેઓ ને, 2) જે લોકો ને ત્યાં ફૂડ ડોનેશન ની જરૂર છે એવા લોકોને અને 3) ગ્રેનસ ના સભ્યો અને અન્ય એનજીઓ ને એકબીજા સાથે ગ્રેનસ ના પ્લેટફોર્મ પર જોડવામાં આવ્યા.
1) જે લોકો અન્ન દાન કરવા ઇચ્છે છે તેવા પરિવાર નું કામ ઓછામાં ઓછા 5 લોકોનું ખાવાનું બતાવવાની તૈયારી બતાવે અને તે માહિતી તેઓ ગ્રેનસ એપ માં ભરી દે.
2) રાજ્યના સમજદાર નાગરિકોનું કામ જે વિસ્તારમાં લોકો ભૂખ્યા સુવે છે, મજુરો છે તેમની માહિતી ગ્રેનસ એપ માં ભરી દે
3) અને ગ્રેનસ મેમ્બર અથવા ગ્રેનસ સાથે જોડાયેલ અન્ય એનજીઓ આવા લોકો પાસેથી ખાવાનું કલેક્ટ કરી અને જરૂરીતમંદ લોકો સુધી પહોંચાડે.
જુઓ આ વિડિઓ કે કેવી રીતે ગ્રેનસ એપ દ્વારા ખાવાનું પહોંચાડવા માં આવ્યું...
આ સિસ્ટમ ને ખુબ જ સારી સફળતા મળી અને રાજ્યના દરેક જગ્યાએ લોકોને આ સિસ્ટમ નો ઉપયોગ કર્યો. પરંતુ એપની સાથે સાથે અમે વોહટસેપ હેલ્પલાઇન પણ બનાવી કે જેથી જે લોકોને એપ ના ઉપયોગ અંગે સમજ ના હોય તે લોકો વોહટસેપ હેલ્પલાઇન નો પણ ઉપયોગ કરી શકે અને તેના દ્વારા અમે જરૂરિયાત મંદ લોકો સુધી ખાવાનું પહોંચાડ્યું. અમે માત્ર અને માત્ર નિસહાય લોકો માટે રાંધેલા ફૂડ ઉપર જ ફોક્સ કર્યું છે.
2. લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસ માં વધારો નોંધાયો.
લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી ગયી છે. મહિલા સુરક્ષા માટે ટેક્નોલોજી દ્વારા કાર્યરત ઓનલાઇન એપ ના સીઈઓ મયંક શાહ ના પ્રમાણે આ વધેલા કેસ એવા છે કે જે પહેલેથીજ જે તે ઘરોમાં હતાજ, પણ લોકડાઉન ના કારણે તે ઘરોમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું અને મહિલાઓની સહન શક્તિ બહાર જતા એવા કેસ બહાર આવ્યા અને તેઓ એ અમારા કાઉન્સેલર નો સંપર્ક કર્યો. આ બાબતની સંવેદના જોતા ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની મોબાઈલ એપ સિવાય, ગૂગલ ફોર્મ પણ પબ્લિશ કરવામાં આવ્યું છે કે જેનાથી જે લોકો ને એપ નો ઉપયોગ સમજમાં ના આવે તે લોકો પણ પોતાની સમસ્યા અમને લખીને મોકલી શકે. ગ્રેનસ ના કાઉન્સેલર, ટેલિફોન દ્વારા તે મહિલા સાથે અને તેના પરિવાર સાથે કાઉન્સેલિંગ કરે છે અને સમાધાન માટે પ્રયાસ કરે છે. અને જરૂર લાગે તો સરકારની જે યોજનાઓ છે તે અંગે પણ તેમને માર્ગદર્શન આપવામાં છે અને તેમના શહેરમાં નારી અદાલત, સખી સેન્ટર અથવા ગ્રેનસ સાથે રજીસ્ટર્ડ થેયેલ એનજીઓ અંગે પણ તેમને માહિતી આપવામાં આવે છે.
મોબાઈલ એપ સિવાય, મહિલાઓ નીચે આપેલ ફોર્મ ભરી ને પણ તેમની માહિતી લખી અને મોકલાવી શકે છે.
https://forms.gle/seKNgC9WXXvKuAy98
3. કોરોના વાયરસ ના ટ્રેકિંગ માટે પણ ગ્રેનસ દ્વારા ટેક્નોલોજી બનાવવામાં આવેલ હતી.
ગ્રેનસ પાસે લોકેશન ટેક્નોલોજી નું પ્લેટફોર્મ તૈયાર છે અને આ પ્લેટફોર્મ એવી રીતે બનાવવામાં આવેલ છે કે કોઈ પણ પ્રકારની નેશનલ ઇમર્જર્સની માં આ ગ્રેનસ પ્લેટફોર્મ ને ઇમર્જન્સી પ્રમાણે ચેન્જ કરી દેવાય. તો કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગ્રેનસ દ્વારા શરૂઆતમાં જ, એટલે કે લોકડાઉન ના પ્રારંભ દરમિયાન જ ગ્રેનસ એપ ની અંદર કોરોના વાયરસ ના ટ્રેકિંગ માટે અમુક ફીચર લાઈવ કરી દેવામા આવ્યા. ગ્રેનસ એક આધુનિક જીઓ-લોકેશન દ્વારા તૈયાર થયેલ એપ છે અને આ એપથી લોકેશન બેઝડ ટાર્ગેટીંગ કરી શકાય છે અને જે તે સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોને જ તે વિસ્તાર સંબંધિત માહિતી મોકલી શકાય છે. આ ઉપરાંત આ એપ દ્વારા ચેપ ગ્રસ્ત નાગરિકની ડિજિટલ ફુટ પ્રિન્ટ પણ તૈયાર કરી શકાય કરવામાં આવ્યું હતું કે જેથી ફાસ્ટ રિસ્પોન્સ આપી શકાય. ડિજિટલ ફૂટપ્રિન્ટ દ્વારા જે તે દર્દી કયા માર્ગ થી પસાર થયા છે તે બધીજ માહિતી મળી જાય. આ ઉપરાંત કોઈ પણ નાગરિકને પોતાના વિસ્તારમાં રહેતા અન્ય શંકાસ્પદ દર્દી અંગે પણ તે દર્દી કયા લોકેશન પોઇન્ટ પર છે તે સાથે જાણ કરી શકે કે જેથી ત્વરિત તે દર્દીને આઇસોલેટ કરી શકાય અને વધુ ઇન્ફેક્શન રોકી શકાય.
ગ્રેનસ દ્વારા આ બાબતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ 22 માર્ચના રોજ લેટર મોકલેલ હતો. જો કે બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ થયેલ આરોગ્ય સેતુ એપ વધુ અસરકારક અને ઉપયોગી સાબિત થતા ગ્રેનસ એપ નું માર્કેટિંગ ના કરવામાં આવ્યું અને ગ્રેનસ ટીમના સદસ્યો પણ આરોગ્ય સેતુ સાથે જોડાયા અને આરોગ્ય સેતુ ને વધુ અસરકારક બનાવવા પ્રચાર કર્યો.
ગ્રેનસ ના કોરોના એપ ફીચર ની માહિતી તારીખ 22 માર્ચના રોજ સંદેશ, દિવ્ય ભાસ્કર અને નવગુજરાત સમયમાં પ્રસિદ્ધ થઇ.
Divya Bhaskar 22 March 2020
NavGujarat Samay
Sandesh
4. લોકડાઉન માં પરિવારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી
લોકડાઉન દરમિયાન ઘણા પ્રકારના વ્યક્તિગત કારણોસર એવું માનવામાં આવી રહ્યું છે કે હના લોકો ડિપ્રેશન માં જય રહ્યા છે. જો આ ડિપ્રેશન નું ત્વરિત સંધાન ના થાય તો સ્થિતિ વધુ ગંભીર થઇ શેકે તેમ છે. ડિપ્રેશન ના અલગ અલગ કારણો હોય શકે છે. પરંતુ મુખ્ય કારણોમાં જોબ જવાનો ભય અથવા વ્યવસાયિક ક્ષેત્રે નિષ્ફ્ળતા મળશે એનો ભય મુખ્ય છે. તો આવા સમયે જયારે લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી તેમના માટે ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન શરુ કરવામાં આવી. જેમાં અમે અમુક સાયકોલોજીસ્ટ ને જોડ્યા કે જેઓ ટેલિફોન દ્વારા માર્ગદર્શન આપી શકે.
ડિપ્રેશન ની સારવાર માટે લોક જાગૃતિ નો અભાવ: પરંતુ આપણા દેશમાં ડિપ્રેશન જેવી સમસ્યાને બીમારી માનવામાં આવતી નથી અને એ માટે લોક જાગૃતિ નો પણ સદંતર અભાવ છે. અને એટલે જ એવા કોઈ કોલ અમને ના મળ્યા જેમાં જે તે પરિવારની વ્યક્તિએ પોતાના ઘરના ડિપ્રેશ્ડ (માનસિક હતાશ) સદસ્ય અને સલાહ માંગી હોય. હતાશા તો હતી જ, છે અને વધી રહી છે, પરંતુ ડિપ્રેશન જેવી સમસ્યાના નિરાકરણ માટે નિષ્ણાતની સલાહ લેવા ની જાગૃતિ નો લોકોમાં અભાવ જોવા મળ્યો. હેલ્પલાઇન સ્ટાર્ટ કર્યાના 20 દિવસ સુધી ગ્રેનસની ડિપ્રેશન હેલ્પલાઇન માં કોઈ કેસ નોંધાયા નથી. પરંતુ અમે લોક જાગૃતિ માટે આ ક્ષેત્રે કાર્યરત રહીશું.
5. ગ્રેનસ મેમ્બેરોએ ખુબ જ સક્રિય રહીને કાર્ય કર્યું છે. તેઓ સમાજના સાચા હીરો છે
ગ્રેનસ ના મેમ્બેરોએ ગ્રેનસ એપ દ્વારા, ગ્રેનસ ની વોહટસેપ સિસ્ટમ દ્વારા અથવા તો જાતે જ આગળ આવીને પોતાની રીતે પણ લોકો સુધી ખોરાક પહોંચાડ્યો છે તે આ સોસીયલ હીરોના નામ નીચે મુજબ અલ્ફાબેટિકલ ઓર્ડર માં છે.
#Grannus_Salute_Social_heroes
અમુક મહત્વના મુદ્દા:
ગ્રેનસ દ્વારા માત્ર રાંધેલું ખોરાક પર જ ફોકસ કરવામાં આવ્યું હતું.
ક્યારેક ગ્રેનસ દ્વારા અમુક મર્યાદાઓને કારણે અમુક રિકવેસ્ટ પર કાર્ય ના થઇ શક્યું એનો પણ ખેદ છે.
અમને ઘણા એનજીઓની રિકવેસ્ટ આવતી હતી જોડાવવા માટે પણ માત્ર પોલીસ પેરમીશન થી કાર્યરત હોય અથવા તો અનુભવી સમાજસેવક ચલાવતો હોય તેવા જ એનજીઓને આમાં જોડવામાં આવ્યા હતા.
ગ્રેનસ એપ માં મુકેલા ફોર્મ "નિસહાય લોકોની માહિતી મોકલો" એમાં અમને રેશન કીટ ની ઘણી રિકવેસ્ટ આવી હતી પરંતુ અમુક મર્યાદાઓના કારણે એ સ્વીકારવામાં આવી નહતી માત્ર નિસહાય લોકો પર જ ફોકસ કરવામાં આવ્યું હતું.
ગ્રેનસને પોલીસ વિભાગમાંથી અને લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ તરફથી પણ સારો સહકાર મળેલ છે.
આર્ટિકલ લખનાર
મયંક શાહ
ફાઉન્ડર - ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન
દ્વારકા ગ્રેનસ ટીમ અને આરોગ્ય વિભાગે સાથે મળી 115 પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેક અપ કર્યું
Best wishes to Grannus for success: Shree Nitin Patel, Deputy Chief Minister, Govt of Gujarat