મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ કેવી રીતે કાર્ય કરે છે?
Click here to read in English Click here to read in Hindi
ગ્રેનસ મોબાઈલ એપ્લિકેશન એ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશનની એક સત્તાવાર એપ્લિકેશન છે, કે જે Shout by Thumb ના સિમ્પલ પ્રિન્સિપાલ પર કામ કરે છે.
આ એપ્લિકેશન નીચે પ્રમાણે કામ કરે છે.
1. જો કોઈ મહિલાને સાર્વજનિક જગ્યાએ અસુરક્ષા જેવું લાગે, તો તે ગ્રેનસ એપમાં હેલ્પ બટનને એકટીવેટ કરશે
2. એકવાર હેલ્પ બટન એકટીવેટ કરી લીધા પછી, તેની નજીકના કોઈ પણ 5 લોકો કે જેઓ ગ્રેનસ ના મહિલા સુરક્ષા ગ્રુપમાં પણ જોડાયેલા છે તેમને તેમના ગ્રૅનૅસ એપમાં મેસેજ મળશે. તે લોકો ગ્રેનસ-ગૂગલ ઇન્ટીગ્રેટેડ મેપ પર તે મહિલાની રીઅલ ટાઇમ લોકેશન પણ જોઈ શકશે, એટલેકે તે મહિલા કયા રસ્તેથી ક્યાં જઈ રહી છે તે પણ દેખાશે।
વધુ સમજવા માટે -
મહિલા સલામતી માટે ગ્રેનસ એપ્લિકેશનમાં કેવી રીતે જોડાવી શકાય?
સ્ટેપ 1: ગૂગલ પ્લે સ્ટોરથી ગ્રેનસ એપ્લિકેશન ડાઉનલોડ કરો
સ્ટેપ 2: તમને મહિલા સલામતી માટે ના ગ્રુપમાં જોડાવવા પરમિશન નું પૂછવામાં આવશે
સ્ટેપ 3: જો તમે જોડાવવા માંગો છો, તો YES પર ક્લિક કરો અથવા તમે NOT NOW પર ક્લિક કરી શકો છો. (અમે મહિલાઓ અને પુરુષો એમ બંનેને જોડાવવા માટે વિનંતી કરીએ છીએ. પરંતુ જો તમે સ્યોર ના હોવ તો YES પર ક્લિક કરો. તમે પછીથી સેટિંગ પણ બદલી શકો છો).
કૃપા કરીને ધ્યાનમાં લો કે જો તમે મહિલા સલામતી માટે જોડાવા માંગાતા હોય તો તમારે કેટલાક સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે.
એક વાક્યમાં આ એપ થી જોડાઈને આપણું કામ માત્ર કોઈ મહિલાને અસુરક્ષિત જગ્યા થી બહાર નીકળવામાં મદદ કરવાનું છે. અપરાધીને કેવી રીતે પકડવો તે મહિલા હેલ્પલાઇન ટીમ અથવા પોલીસ નું કામ છે. વધુમાં, જો તમને એમ લાગે તે જગ્યા તમારા માટે અસુરક્ષિત છે, તો ફક્ત મહિલા હેલ્પલાઇન ટિમની આવવાની રાહ જુઓ. તમારી સલામતી પ્રથમ છે કારણ કે જો તમે સુરક્ષિત છો, તો તમે અન્ય ની સલામતી માટેની ખાતરી પણ કરી શકો છો.
કોઈ મહિલા હેલ્પ માટે આ એપ નો ઉપયોગ કઈ રીતે કરી શકશે?
સ્ટેપ 1: Google play store માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: તમારે ગ્રેનસ એપ્લિકેશનમાં તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ નું લિસ્ટ બનાવવું આવશ્યક છે. તમે આ લિસ્ટમાં તમારા કુટુંબના સભ્યો તેમજ તમારા ગાઢ મિત્રોને એડ કરી શકો છો. ઓછામાં ઓછો એક સંપર્ક તમારે ઉમેરવો પડશે.
સ્ટેપ 3: હવે જ્યારે પણ તમે અસુરક્ષા જેવું અનુભવતા હો ત્યારે તમારે એપમાં Women Safety બટનને ક્લિક કરવાનું છે અને તેમાં હેલ્પ એકટીવેટ કરવાની છે.
હેલ્પ એકટીવેટ કર્યા પછી, ત્રણ ક્રિયાઓ એકસાથે થાય છે;
1. ગ્રેનસ ગ્રુપના આશરે કોઈપણ 5 લોકો કે જે તમારાથી 500 મીટરથી 1 કિલોમીટરની નજીકમાં છે, તેમને તમારો મેસેજ મળશે. તેઓ તમારૂ વર્તમાન લોકેશન તેમજ ગ્રેનસ-ગૂગલ ઇન્ટીગ્રેટેડ મેપ ઉપર તમારી હિલચાલ પણ જોઈ શકશે.
2. તમારા બધાં જ ઇમરજન્સી કોન્ટેક્ટને પણ આવોજ મેસેજ જશે.
3. તમારી ઈચ્છા પ્રમાણે મહિલા હેલ્પલાઇન (181) અથવા પોલીસ અધિકારીને (100) કૉલ પણ લાગી જશે.
તમે જ્યાં સુધી "I Am Safe" બટન પર ક્લિક ના કરો ત્યાં સુધી તમારી આસપાસની વૉઇસની રેકોર્ડિંગ શરૂ થશે.
એ દરેક લોકો કે જેમને તમારો મેસેજ મળ્યો છે તેઓ ગ્રેનસ-ગૂગલ ના ઇન્ટિગ્રેટેડ નકશા પર તમારી લાઈવ મુવમેન્ટ 12 કલાક સુધી તો અથવા જ્યાં સુધી તમે ગ્રેનસ એપ પર "I Am Safe" બટનને ક્લિક નહીં કરી શકું ત્યાં સુધી તે જોઈ શકશે. તેથી એકવાર તમે સલામત થઈ ગયા પછી, Safe બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં,
એમ પણ બની શકે છે કે જે લોકોને તમારો મેસેજ મળ્યો છે તેમને તમારું લોકેશન પોલિસ અધિકારીને ફોરવર્ડ કર્યું હોય. તે પોલીસ અધિકારી પણ તમારું વાસ્તવિક લોકેશન મેપ પર જોઈ શકશે, અને કોઈ વોલ્યુન્ટિયર ના આવતા પેહલા પોલીસ ઓફિસર પણ આવી શકે છે.
ગ્રેનસ સાથે જોડાઈને તમે કેવી રીતે કોઈ મહિલાને મદદ કરી શકો છો.?
જો તમે ગ્રેનસ ના વુમન સેફ્ટી ગ્રુપ સાથે જોડાયેલા છો અને જો તમારી નજીકમાં કોઈ મહિલાએ હેલ્પ એકટીવેટ કરી છે તો તમને હેલ્પ માટે તમારા એપ્લિકેશનના ઇનબોક્સમાં મેસેજ આવશે.
તમારી પાસે ચાર વિકલ્પો હશે.
A: SURE : જો તમે આ બટન પર ક્લિક કરો છો તો તેનો અર્થ એ છે કે તમે તે મહિલાની ની મદદ કરવા જશો. તે મહિલાને પણ તમારી સ્વીકૃતિ માટેનો મેસેજ કરવામાં આવશે.
B Get Location : જો તમે Get Location પર ક્લિક કરશો તો તમેં ગ્રેનસ ગૂગલ ઇન્ટીગ્રેટેડ મેપ પર તે મહિલાનું ચોક્કસ સ્થાન જોઈ શકો છો તથા લાઈવ મુવમેન્ટ પણ જોઈ શકશો। તે મહિલાને પણ સૂચિત કરવામાં આવશે કે તમે તેનું સ્થાન ચેક કર્યું છે.
C Feeling Sorry : જો તમે તે સમયે હેલ્પ કરવા માટે જઈ શકો તેમ ના હોય તો ચિંતા કરશો નહીં. અને Feeling sorry પર ક્લિક કરી દો. તરત જ, તે મહિલાની રિકવેસ્ટ નજીકના અન્ય કોઈ વોલ્યુનીટીયરને ફોરવર્ડ કરવામાં આવશે.
D : Share location via Whatsapp: જો મહિલા સલામતી ટીમ અથવા પોલીસ અધિકારી તેના સ્થાન માટે પૂછે છે, તો તમે Whatsapp દ્વારા તેનું લોકેશન પણ શેર કરી શકો છો. જ્યાં સુધી તે મહિલા "હું સુરક્ષિત છું" બટનને ક્લિક ન કરે ત્યાં સુધી તેઓ પણ તે મહિલાનું વાસ્તવિક સ્થાન જોઈ શકશે.
ખાસ ધ્યાન રાખો: એકવાર તમે તેને મદદ કરવા માટે નિર્ણય લીધો તો તે પછી તમારે મહિલા સુરક્ષા હેલ્પલાઇન 181 પર ફોન કરી તેની જાણ કરવી પડશે તથા તમારા આસપાસના અન્ય લોકોની મદદ લઇ ને જ તમારે તે લોકેશન પર જવાનું રહશે.
તમારી જવાબદારી માત્ર જે તે મહિલાને મદદ કરીને તેને ભયમુક્ત કરવાની જ છે. ગુનેગાર સાથે શું કરવું અથવા ગુનેગારને કેવી રીતે પકડવો તે તમારી જવાબદારી નથી. સારા નાગરિક તરીકે, આપણે ગુનેગારને શોધવા માટે મહિલા હેલ્પલાઇન ટીમ અથવા પોલીસ અધિકારીને મદદ કરી શકીએ છીએ.
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન નું વુમન સેફ્ટી ગ્રુપ માં જોઈન થવું કે નહિ એ માત્ર તમારી ચૉઇસ છે, પરંતુ અમે દરેક મહિલાઓ તથા પુરુષોને આ ગ્રુપ આ એપ થી જોઈન થવા વિનંતી કરીએ છીએ. જો તમે હેલ્પ કરવા ના જઈ શકો તો પણ ચાલશે પરંતુ ઓછામાં ઓછુ તમે આસપાસ ના અન્ય લોકોને અથવા મહિલા સુરક્ષા ટીમને જાણ તો કરી જ શકશો
વધુમાં ગ્રેનસના મહિલા સુરક્ષા ગ્રુપ સાથે જોઈન થવા માટે તમારે કેટલાક સુચનોનું પાલન કરવું પડશે. તે માટે નીચેની લિંક પર ક્લિક કરો.
મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ નો ઉપયોગ કરવા માટેના સૂચનો – ખાસ વાંચવા
ખાસ નોંધ કરો કે ગ્રેનસ આપણા દેશના લોકો માટે વિવિધ પ્રકારના ઇમર્જન્સી માં એકબીજાને મદદ કરવા માટે માત્ર એક સામાજિક પ્લેટફોર્મ આપે છે.
જયારે કોઈ વ્યક્તિ અસુરક્ષિત હોય અને તે મદદ માટે બૂમ પણ પડી શકે તેમ ના હોય ત્યારે આ એપ તેમને કામ આવશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી સમજશક્તિ પર પર આધાર રાખે છે. ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન કોઈપણ પરિણામ માટે જવાબદાર નથી.
Click here to Download App
વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચો-
શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?
જાહેર સ્થળો પર મહિલાઓની મદદ માટે 5 લાખ નીડર અને બહાદુર લોકો જોઈએ છે.