Learn More

મહિલા સુરક્ષા માટે 10 લાખ લોકો જોઈએ છે. માત્ર એપ દ્વારા જોડાવવાનું છે. પૂર્વ ડીજીપી ગીથા જોહરીના માર્ગદર્શન હેઠળ બની રહેલ ગ્રેનસ ગ્રુપમાં જોડાવો

માનસીક વિકૃત લોકોના લીધે સમાજમાં બળાત્કાર, શારીરિક છેડતી, પજવણી વગેરે બનાવો વધતા જાય છે જેનો ભોગ કોઈ પણ ઘરની અને કોઈ પણ સમાજની છોકરીઓ બને છે. બનાવ બની ગયા પછી પછી બીજે દિવસે આપણે બધા ભેગા થઈને મીણબત્તીઓ સળગાવીએ છીએ, રોડ પર માર્ચ કરીએ છીએ, અને સોશ્યિલ મીડિયા માં કેમ્પેઇન કરીએ છીએ, સરકાર ને અને પોલીસ ને અનુલક્ષી ટવીટર -ટવીટર રમીએ છીએ.

પણ શું આ બધું કરવાથી આ દુષણ બંધ થઈ જશે!!!

અરે ફાંસી ની સજાના એલાન થી પણ આ દુષણ બંધ થાય એમ નથી તો આપણી મીણબત્તીઓ અને ટવીટરથી શુ થવાનું છે !!!

સરકાર મહિલા સુરક્ષા અંગે ઘણા પગલાં લઇ રહી છે. પરંતુ સમાજમાં મહિલા સુરક્ષા કઇ સરકાર કે પોલીસ ને એકલાનું કામ નથી. આમા સમાજના સમજદાર લોકોએ પોલીસ ને સહયોગ કરવો જોઈએ.

મહિલા સુરક્ષા માટે સમાજને એક ડિજિટલ પ્લેટફોર્મ આપવાના હેતુથી ગ્રેનસ ઓર્ગેનાઇઝશન, અમદાવાદ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વખત DGLSI ટેક્નોલોજી મોડલના ઉપયોગથી ગ્રેનસ (GRANNUS) નામથી એક એન્ડ્રોઇડ એપ ડેવલોપ કરવામાં આવી છે. અમે ગૂગલ સાથે ઇન્ટિગ્રેશન પણ કર્યું છે અને ગ્રેનસ ગૂગલ ઇન્ટીગ્રેટેડ મેપ એપ પર તૈયાર કર્યો છે જેના પર અસુરક્ષિત મહિલાનું લાઈવ રનિંગ લોકેશન પણ જોઈ શકાય છે. આ એપ ની મદદથી, જો કોઈ મહિલા પોતાને અસુરક્ષિત મહેસુસ કરશે તો તે મહિલા ગ્રેનસ એપમાં SHOUT બટન પર ક્લિક કરશે.

SHOUT પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે 4 એકટીવીટી થશે.

1. તે મહિલાથી 500 મીટરથી 1 કિલોમીટરની નજીકમાં ઉભેલા અને અને ગ્રેનસ સાથે જોડાયેલ કોઈ પણ 5 લોકોને તે મહિલાના લાઈવ લોકેશન સાથેની હેલ્પ રિકવેસ્ટ જશે.

2. તે મહિલાના પરિવારના કોન્ટેક્ટને પણ આવીજ હેલ્પ રિકવેસ્ટ જશે.

3. મહિલા હેલ્પલાઇન (181) અથવા પોલીસ (100) કૉલ પણ લાગી જશે.

4. જ્યાં સુધી તે મહિલા "SAFE" બટન પર ક્લિક ના કરે ત્યાં સુધી તેની આસપાસના તમામ વૉઇસની રેકોર્ડિંગ શરૂ થશે જે પુરાવા તરીકે કામ લાગશે.

જો તમે તે સમયે તે મહિલાની નજીક જ હશો અને ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપ માં જોડાયેલ હશો તો તમને પણ તમારા એપના ઇનૉબક્સમાં મદદ માટે રિકવેસ્ટ આવશે.

12 કલાક સુધી અથવા તો તે મહિલા જ્યાં સુધી SAFE બટન ક્લિક ના કરે ત્યાં સુધી તમને તે મહિલાનું લોકેશન મેપ ઉપર લાઈવ દેખાશે. એટલે કે એ મહિલા કયા માર્ગેથી ક્યાં જઈ રહી છે તે બધું જ તમને ગૂગલ મેપ પર લાઈવ દેખાશે.

જે લોકોને મદદ માટે મહિલા તરફથી રિકવેસ્ટ આવશે તેમનું કામ,
1. 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાનું અને એમને પાક્કું લોકેશન આપવાનું તથા
2. આસપાસના અન્ય લોકોને જાણ કરી તેમની મદદથી લોકેશન પર જઈ તે મહિલાની મદદ કરવાનું.

--------------------------------------

તો આમ કરવાથી પોલીસે આવે ત્યાં સુધી દીકરી સાથે કઈ ખોટું થતું રોકી શકાય, અને પોલીસ ને સહયોગ કરી શકાશે. .

જો આપણે બધા ભેગા થઈને આ ટેકનોલોજી ની મદદ થી એક મોટું નેટવર્ક ઉભું કરીશું, તો કોઈ વિકૃત માણસ કોઈ મહિલાને એકલી સમજીને એને પજવવાની હિંમત નહીં કરે અને ગુજરાતમાં થી આપણે આ દુષણ નાબૂદ કરી શકીશું. (નાબૂદ ના થાય તો કમ સે કમ ઓછું તો જરૂર કરી શકીશું. 10 માંથી 1 દીકરીને પણ જો આપણે મદદરૂપ થઈએ તો પણ આ પ્રયાસ સફળ છે)

રાજ્યના પૂર્વ DGP અને પ્રથમ મહિલા IPS અધિકારી ગીથા જોહરી ગ્રેનસ ઓર્ગેનાઇઝેશનના વુમન અને ચાઈલ્ડ સેફ્ટી વિભાગના પ્રેસિડન્ટ છે. મેડિસિન ક્ષેત્રના સાયન્ટિસ્ટ મયંક શાહ સીઈઓ છે જેમણે એપ તૈયાર કરી છે.

રાજ્યના મુખ્ય પ્રતિષ્ઠિત અખબારો જેમાં થી એક સંદેશ ન્યૂઝ ના અહેવાલના મુજબ ગૂગલ રેટિંગ ના આધારે ગ્રેનસ વિશ્વની નંબર 1 વુમન સેફ્ટી એપ છે. જયારે દિવ્ય ભાસ્કર અખબાર માં "ભાસ્કર અપીલ" અહેવાલ પ્રમાણે ગુજરાતનું સૌથી વિશ્વસનીય એપ છે અને મહિલાઓ પોતાના ફોન માં રાખવું જોઈએ તેમ અહેવાલ માં છે.

રાજ્યના માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહીત રાજ્યના માનનીય સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ડીજીપી કક્ષાના આઇપીએસ અધિકારીઓએ અને આઈએએસ અધિકારીઓએ પણ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના ડિજિટલ આયોજનની પ્રશંશા કરેલ છે.

એપ ની લિંક
https://play.google.com/store/apps/details?id=com.grannusfirstaid

તો વિશ્વમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં ડેવલોપ થેયલી આ નવીન ટેક્નોલોજી અને મજબૂત લીડરશીપ ના કારણે એટલો વિશ્વાસ છે કે જો 10 લાખ જેટલા લોકો માત્ર એપથી જોડાયેલ રહશે તો ઘણો ફાયદો થશે. અને એક ખાસ વાત આ ગ્રુપ એટલે કે એક ડિજિટલ ગ્રુપ જ. અમે તમને ક્યાંય બોલાવવાના નથી કે ક્યાંય ભેગા થવાનું નથી. માત્ર ટેકનોલોજીના ઉપયોગથી નજીકમાં એકબીજાની મદદ કરવાની.

ગ્રેનસ એપથી દરેક નાગરિક જોડાયેલ તો રહેજો જ. કદાચ તમને હેલ્પ રિકવેસ્ટ આવે પણ તમે કોઈ પણ કારણસર જઈ શકો તેમ નથી તો પણ ચાલશે. પરંતુ તમે આસપાસના લોકોને જાણ કરીને પણ તે મહિલાની મદદ કરી શકશો.

તો ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની આ માનવ સાંકળ માં એપ ડાઉનલોડ કરી જોડાવવા દરેક ઘરમાંથી મહિલાઓને તથા પુરુષોને નમ્ર વિનંતી.

ફાઇનાન્સિયલ સપોર્ટ: ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની એપ ના સર્વર કોસ્ટ, ટેક્નિકલ સ્ટાફ સેલેરી, પ્રચાર-પ્રસાર અને સંચાલન વગેરેનું ફંડિંગ ક્રાઉડ-ફંડિંગ ના માધ્યમથી જ લઇ છીએ. જે લોકોને ગ્રેનસ ગ્રુપમાં મેમ્બર બનવું હોય તેઓ 300 Rs મેમ્બરશિપ ફીસ ભરી મેમ્બર બની શકે છે. તેઓને આઈ કાર્ડ પણ મળશે. જો આપ અમારા આ આયોજન ને વધુ સક્ષમ કરવા ફાઇનાન્સિયલ સપોર્ટ આપવા અથવા એપ ના અથવા કોઈ પ્રોગ્રામ ના અથવા બેનરના સ્પોન્સર બનવા ઇચ્છતા હોય તો પણ 9157847397 પર સંપર્ક કરી શકો છો. (ખાસ નોંધ - વોલ્યુન્ટિયરિંગ મદદ માટે મેમ્બરશિપ લેવી જરૂરી નથી. માત્ર તમારા ફોન માં એપ હોય એ જરૂરી છે. પરંતુ જો તમે સક્ષમ હોવ તો મેમ્બર બનજો, તમારા દ્વારા ભરવામાં આવેલી ફીસ ગ્રેનસ ટેક્નોલોજી ના સંચાલનમાં મદદરૂપ થશે.)

જો તમે જોડાવવા માંગતા હોય તો ગૂગલ પ્લેય સ્ટોર પરથી GRANNUS ટાઈપ કરી એપ ડાઉનલોડ કરો.

નોંધ 1- એપ ડાઉનલોડ થઇ ગયા બાદ તમને વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થવા અંગે પૂછવામાં આવશે. જો તમે જોઈન થવા માંગતા હોય તો YES પર ક્લિક કરજો નહીતો NOT NOW પર ક્લીક કરજો. પાછળથી તમે આ સેટિંગ ચેન્જ પણ કરી શકશો.

નોંધ 2- ગ્રેનસ ગ્રુપની એપ દ્વારા મહિલા સુરક્ષા સિવાય, ખોવાયેલ લોકોની શોધ, સિનિયર સીટીઝન સેફ્ટી, બ્લડ ડોનેશન, તેમજ અન્ય ઘણા પ્રકારની સામાજિક સમસ્યાઓ માટે ઉપયોગી છે. જે લોકોને પોતાના ફ્રી સમયમાં વોલ્યુન્ટિયરિંગ કાર્ય કરવામાં રસ હોય તેવા લોકો પણ એપ માં જોડાઈ શકે છે. તમને જે સામાજિક કાર્યમાં રસ હોય તે સિલેક્ટ કરવાનું.

નોંધ 3 : કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની મદદ માંગવા માટે ના એપના ઉપયોગો સંપૂર્ણ ફ્રી છે કે જેથી આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા લોકો પણ એપ દ્વારા મદદ માંગી શકે, આર્થિક પછાત લોકો પણ એપ દ્વારા ફ્રી માં જ પોતાના સ્વજન માટે શોધવા માટે પોસ્ટ મૂકી શકે છે.

મિત્રો આ એક પ્રયાસ છે જે આપણા સમાજની મુખ્ય સામાજિક સમસ્યાના નિવારણ માટે. તમારા ઘણા પ્રશ્નો હોય શકે છે પણ આ પ્રયાસ થી જે અનુભવ મળશે તેનાથી વધુ સારું કરી શકાશે. આ એક ખુબ મોટી સામાજિક સમસ્યા છે અને કૈંક નવું વિચારવું કે નવો પ્રયાસ છે, જેની શરૂઆત ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે. તમારો સહયોગ અને વિશ્વાસ જરૂરી છે. તો આપ સૌ ગૂગલ પ્લે સ્ટોર પરથી GRANNUS એપ ડાઉનલોડ જોડાશો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તથા લિંક મેળવવા માટે માત્ર વોટ્સએપ: 9904176332

વધુ જાણકારી માટે નીચેના નંબર પર સંપર્ક કરશો

ધર્મેન્દ્ર પઢીયાર: 9157847397
મંજુબેન શર્મા: 8980954906
સેતુ દેસાઈ : 9825018367
શોભના કાકડિયા: 9601452887
કુંજન સોલંકી : 6352192713
વજુભાઇ પરમાર : 9898057584
નીતિન શ્રીમાળી: 7621924573
પૃથ્વીરાજ સિંહ રાઠોડ: 7069218541
ભવદીપસિંહ પરમાર : 9978703737

મીડિયા ઈન્કવાયરી, સ્પોન્સરશિપ, અથવા વધુ માહિતી માટે
ધર્મેન્દ્ર પઢીયાર (સિનિયર મેનેજર) 9157847397

જય હિન્દ
મયંક
સીઈઓ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન
mygrannus @gmail.com